મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના મેડિકલ ઓફિસર ડો. રાધિકા વડાવિયાના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે કિશોરાવસ્થા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય કર્મચારી દિલીપ દલસાણીયા દ્વારા કિશોરીઓને શારીરિક માનસીક તેમજ વર્તનમાં થતાં ફેરફારો વિશે, પોષણ, વ્યસન, નાની વય થતા લગ્નમાં જોવા મળતી મુશ્કેલી, સોશિયલ મીડિયા ઉપયોગ વિશે માહિતી સમજ આપવામાં આવી હતી. કિશોરીઓને IFA, સેનેટરી પેડ, તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમજ પૌસ્ટિક ભોજન અને જ્યુસની મજા કરાવી હતી. કાર્યક્રમમાં સીએચઓ ખુશબુબેન પટેલે પર્શનલ હાઈઝિંગ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉજવણી દરમ્યાન પાનેલી ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ હડીયલએ ખાસ ઉપસ્થિત રહી બાળકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા આશા વર્કર બહેનો મીનાબેન સોલંકી, રમીલાબેન સોલંકી, જયશ્રીબેન સોલંકી અને વનિતાબેન સોલંકીએ જહેમત ઉઠાવી હતી.