પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ GCAS (gcas.gujgov.edu.in)માં અરજી કરવાની રહેશે રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન ખાતે એમ.જે.એમ.સી.ના 1 વર્ષના અને 2 વર્ષના અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી ચાલુ છે. કોઈ પણ વિષયમાં સ્નાતક (ગ્રેજ્યુએટ) થયેલા વિદ્યાર્થીઓ સીધા 2 વર્ષના માસ્ટર કોર્ષમાં પ્રવેશને પાત્ર છે. અને જૂના વિદ્યાર્થીઓએ પી.જી.ડી.એમ.સીનો અથવા પત્રકારત્વનો કોઇપણ એક વર્ષનો અભ્યાસક્રમ પાસ કર્યો હોય તેમના માટે એક વર્ષનો માસ્ટર કોર્ષ કરવાની આ છેલ્લી તક છે. એક વર્ષનો એમ.જે.એમ.સી. કોર્ષ માત્ર એક જ વર્ષ માટે ચાલુ રહેશે. પછી જુના એક જ વર્ષ કરેલા વિદ્યાર્થીઓને માસ્ટર કોર્ષ કરવા માટે બે વર્ષ અભ્યાસ કરવો પડશે. પત્રકારત્વ ભવનમાં પાયાના સિધ્ધાંતોથી લઈને તમામ સઘળા પાસાઓની અનુભવી અને ઉત્સાહી અધ્યાપકો તથા ફિલ્ડના નિષ્ણાંતો પાસેથી અદ્યતન સાધનસામગ્રી સાથે પ્રેક્ટિકલ અને થિયેરીકલ જ્ઞાન આપવામાં આવે છે. જેના પરિણામે અહીંથી ભણેલા અનેક વિદ્યાર્થીઓ અત્યારના મીડિયામાં સફળતા પૂર્વક કાર્ય કરી રહ્યા છે. અને સમાજમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. સમજસેવા તથા દેશસેવાની ઉમદા ભાવના સાથે સંકળાયેલા આ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ GCAS (gcas.gujgov.edu.in)માં અરજી કરીને પ્રવેશ મેળવવાનો રહેશે. આ અંગેનું માર્ગદર્શન મેળવવા પત્રકારત્વ ભવનનો ફોન નં. 0281-2586418 અથવા રૂબરૂ સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.