રોજગારીની ઉત્તમ તક: ધોરણ 5 પાસ ઉમેદવારો માટે 'LIVE' યોજના અંતર્ગત મફત તાલીમ સાથે સ્ટાઈપેન્ડની સુવિધામોરબી: ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), મોરબી ખાતે પ્રવેશ કાર્યક્રમ 2026-2027 ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશનના માધ્યમથી ક્લસ્ટર બેઝ્ડ લોકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશન એજ્યુકેશન (LIVE) યોજના અંતર્ગત સિરામિક ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારિત શોર્ટ ટર્મ (ટૂંકાગાળાના) કોર્સ શરૂ કરવામાં આવનાર છે.આ ટૂંકાગાળાના કોર્સમાં તાલીમ મેળવી યુવાનો ટૂંકા સમયમાં રોજગારી કે સ્વરોજગારી મેળવી શકે તે માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ITI મોરબી ખાતે નીચે મુજબના કોર્સ ઉપલબ્ધ છે:લેબ ટેકનીશ્યન ઓફ સીરામીક બોડી પ્રીપરેશનપ્રવેશ લાયકાત: ધોરણ 5 પાસસમયગાળો (કલાકોમાં): 240 + 100 OJTલેબ ટેકનીશ્યન ઓફ સીરામીક ગ્લેઝ પ્રીપરેશનપ્રવેશ લાયકાત: ધોરણ 5 પાસસમયગાળો (કલાકોમાં): 240 + 100 OJTગ્લેઝીંગ ઓપરેટર (સિરામિક)પ્રવેશ લાયકાત: ધોરણ 5 પાસસમયગાળો (કલાકોમાં): 250 + 60 OJTસ્ટાઈપેન્ડ અને સંપર્કની માહિતી:આ કોર્સમાં હાજરીને ધ્યાને લઈ તાલીમાર્થીઓને નિયમ અનુસાર સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે. રજિસ્ટ્રેશન કરવા તથા વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય 10:00 થી 17:00 કલાક દરમિયાન ITI મોરબી (મહેન્દ્રનગર ચોકડી, હળવદ રોડ, મોરબી-363642) નો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રોની નકલ:શાળા છોડ્યાનું પ્રમાણપત્રછેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટજાતિનું પ્રમાણપત્રબેન્ક પાસબૂકના પ્રથમ પાનાની નકલઆધારકાર્ડ / ચૂંટણીકાર્ડની નકલપાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફવધુ માહિતી માટે સંપર્ક:Ceramic Division, Block No-5R.R. Halvadiaસંપર્ક નંબર: 9726599910#Morbi #MorbiUpdate #ITIMorbi #SkillGujarat #CeramicIndustry #LIVEscheme #Employment #ShortTermCourse #GujaratSkillDevelopment #MorbiNews