મોરબીઃ મોરબી જિલ્લામાં વિવિધ આઈટીઆઈમાં ખાલી રહેલી બેઠકોમાં પ્રવેશ મેળવવા માટે 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેશે. ગુજરાત રાજ્ય શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની આઈ.ટી.આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ, વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ- ૨૦૨૨ અંતર્ગત ખાલી રહેલ બેઠકો માટે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશના ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા તારીખ 27 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ સુધી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે તેમજ રૂ. ૫૦ રજિસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરી શકશે. અથવા તો નજીકની કોઈ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. આઈ.ટી.આઈ મોરબી ખાતે સવારે 10 થી સાંજે 5 દરમિયાન ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની કામગીરી માટે તેમજ આઈ.ટી.આઈ વિશે માર્ગદર્શન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત છે. વધુ માહીતી માટે સંસ્થાની વેબ સાઇટ htps://timorbi.gujarat.gov.in/ ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે મો.નં. 9601100638, 8320169599, 97121 57417 પર સંપર્ક કરવા જણાવાયું છે. ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે નીચે મુજબના જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાના રહેશે. (૧) ધો-08/09/10 ની માર્કશીટ (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (૪) જાતીનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય) (૫) આધારકાર્ડ (૬) પાસપોર્ટ સાઈઝ ફોટો (૭) બેંક પાસબૂક (મરજીયાત) (૮) આવકનો દાખલો (૯) BPL (જો લાગુ પડતું હોય).