મોરબી : મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના દ્વારા (MBKVY) મોરબીમાં પહેલી વાર નર્સિંગનો જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (GDA) કોર્સ જેમાં ધોરણ ૧૦ પાસના વિદ્યાર્થીઓ માટે ૧૮ થી ૩૫ વર્ષના ભાઈઓ તથા બહેનોને ગુજરાત સરકાર તરફથી ટૂંકા ગાળાની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે.જેમાં જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ કોર્સમાં હોસ્પિટલમાં દર્દીઓની સંભાળ રાખવી, ડોક્ટર અને નર્સને સહાયરૂપ થવું અને મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનારને સરકાર માન્ય સર્ટિફિકેટ તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે. તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમય માટે છે અને લિમિટેડ એડ્મિશન 30 બાકી હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવવા માટે મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના કેન્દ્ર c/o પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર મોરબી, ૩જો માળ, ઘનશ્યામ માર્કેટ, વી-માર્ટની બાજુમા, રવાપર રોડ, મોરબી ખાતે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં. 7487076374/8849156552 પર સંપર્ક કરવો. એડ્મિશન લેવા જરૂરી ડોકયુમેન્ટઆધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ ૨ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લાવવા જણાવાયું છે.