10મું પાસ કર્યા બાદ બે વર્ષનો કોર્સ કરનારને મળશે ધોરણ 12 સમકક્ષ પ્રમાણપત્રમોરબી: ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ખાતે વર્ષ 2026 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મોરબી, માળિયા-મિયાણા, હળવદ, ટંકારા અને વાંકાનેર ખાતે કાર્યરત વિવિધ NCVT અને GCVT કોર્ષમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 જૂન 2026 નિયત કરવામાં આવી છે.સરકારી સહાય અને વિશેષ લાભોITI માં પ્રવેશ મેળવનાર તાલીમાર્થીઓને સરકાર તરફથી અનેક પ્રોત્સાહક લાભો આપવામાં આવે છે. જેમાં ‘નમો કૌશલ્યા લક્ષ્મી યોજના’ હેઠળ મહિલાઓને 1 વર્ષના કોર્સ માટે 15000 રૂપિયા અને 2 વર્ષના કોર્સ માટે 24000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. આ ઉપરાંત તમામ તાલીમાર્થીઓને ગણવેશ માટે 2000 રૂપિયા, વિવિધ સ્કોલરશીપ, ફ્રી એસ.ટી. બસ પાસ અને સ્વરોજગારી માટે બેંકેબલ લોનની સુવિધા અપાય છે. એસ.સી., એસ.ટી. અને મહિલા તાલીમાર્થીઓને ટ્યુશન ફી માંથી સંપૂર્ણ મુક્તિ પણ આપવામાં આવે છે.ધોરણ-12 સમકક્ષતા અને રોજગારીની તકોસંસ્થા ખાતે કાર્યરત સ્પેશિયલ પ્લેસમેન્ટ સેલ દ્વારા સમયાનુસારે ભરતી મેળા યોજીને યુવાનોને નામાંકિત ખાનગી કંપનીઓમાં રોજગારી અપાવવામાં આવે છે. વિશેષમાં, ધોરણ-10 પછી ITI નો 2 વર્ષનો કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ધોરણ-12 સમકક્ષનું પ્રમાણપત્ર મળે છે, જે આગળ કોલેજ કે સ્કિલ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા, ડિપ્લોમા એન્જિનિયરિંગના સીધા બીજા વર્ષમાં પ્રવેશ માટે તેમજ 12 પાસ આધારિત સરકારી ભરતીઓ માટે સંપૂર્ણ માન્ય ગણાય છે.ઓનલાઈન ફોર્મ અને ફ્રી હેલ્પ ડેસ્કપ્રવેશ માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ itiadmission.gujarat.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને માત્ર 50 રૂપિયા રજીસ્ટ્રેશન ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે. જે ઉમેદવારોને ફોર્મ ભરવામાં કે માર્ગદર્શન મેળવવામાં મુશ્કેલી પડતી હોય, તેમના માટે જિલ્લાની કોઈપણ સરકારી આઈ.ટી.આઈ. ખાતે સવારે 10 થી સાંજના 5 વાગ્યા દરમિયાન વિનામૂલ્યે ઓનલાઈન ફોર્મ ભરી આપવા માટે વિશેષ હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા છે.જરૂરી આધાર અને પુરાવાઓનલાઈન ફોર્મ ભરવા અને સંસ્થા ખાતે જવા માટે ઉમેદવારોએ ધોરણ-8, 9 કે 10 ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડ તેમજ જાતિ કે કેટેગરી (ST/SC/SEBC/EWS) ના પ્રમાણપત્રની નકલ સાથે રાખવાની રહેશે, આ અંગેની વધુ માહિતી માટે ઉમેદવારોએ નજીકની સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની અખબારી યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #ITIAdmission2026 #MorbiITI #GujaratEducation #SkillIndia #MorbiNews #RozgarSamachar