મોરબી : આજરોજ અદેપર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ 2022-23 તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. આ શાળા પ્રવેશોત્સવમાં ચિરાગભાઈ કાસુન્દ્રા તાલુકા પંચાયત સદસ્ય, વિપુલભાઈ જીવાણી, સંદીપ આદ્રોજા સી.આર.સી.કો-ઓર્ડીનેટર વગેરે મહેમાનો તથા અધિકારીગણ હાજર રહ્યો હતો. આ ઉપરાંત ગામમાંથી જનકસિંહ ઝાલા, ઉદુભા કનુભા ઝાલા પૂર્વ વિદ્યાર્થી, રઘુવીરસિંહ, દિલીપસિંહ ઉદુભા ઝાલા, ભુપતભાઈ માધાભાઈ જોગડિયા, તલાટી કમ મંત્રી લલીતભાઈ કોરિયા અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. પ્રવેશ મેળવેલા ભૂલકાઓને દાતા તરફથી બેગ તથા વોટરબેગ ભેટમાં આપવામાં આવી હતી તેમજ અદેપર ગ્રામ પંચાયત તરફથી તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણના પ્રતીક રૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક મેરજાના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ કર્યું હતું. આ પ્રસંગે પધારેલા મહાનુભાવો, અધિકારીઓ અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.