મોરબી : મોરબી શહેરની મહત્વની ગણાતી અવની ચોકડી ખાતે આજે બપોરે 3.30 વાગ્યે હાઈ માસ્ક લાઈટ ચાલુ જોવા મળી હતી. એક તરફ લોકોને વીજ બચત કરવાની સલાહ આપવામાં આવે છે, તો બીજી તરફ તંત્રની આવી લાપરવાહી સામે આવતા લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.સામાન્ય રીતે શહેરના મુખ્ય માર્ગો પર આવેલી હાઈ માસ્ક લાઈટ રાત્રિના સમયે વાહનચાલકો અને રાહદારીઓની સુવિધા માટે ચાલુ કરવાની હોય છે. પરંતુ ધોળા દિવસે બપોરે 3.30 કલાકે આ લાઈટો ચાલુ રહેતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. સંબંધિત વિભાગ દ્વારા વહેલી તકે આ બાબતે ધ્યાન આપીને યોગ્ય મરમ્મત કે ટાઈમર સેટિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારે કિંમતી વીજળીનો ગેરવ્યય અટકાવી શકાય.#Morbi #MorbiUpdate #MorbiNews #AvaniChokdi #GujaratNews #PublicAwareness