સેમિનારમાં મોરબી જિલ્લાના 72 આચાર્યએ આપી હાજરીમોરબી : આજે તારીખ 3 જાન્યુઆરી ને શુક્રવારના રોજ જોધપરની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે મોરબી જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી- મોરબી દ્વારા વહીવટી અને શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના અધ્યક્ષ જે. પી. પટેલ, પ્રમુખ ભાનુભાઈ પટેલ, મહામંત્રી ભરતભાઈ ચૌધરી અને સુનિલભાઈ બરોચિયા વહીવટી માર્ગદર્શક અને તજજ્ઞ વક્તા તરીકે જે. એમ. માંગરોલિયા તથા રાજ્ય આચાર્ય સંઘના ઉપાધ્યક્ષ જાડેજા, ઉપપ્રમુખ સંજયભાઈ પંડ્યા અને સરોજબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના 72 આચાર્ય ભાઇઓ બહેનો હાજર રહ્યા હતા. મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કે. એમ. મોતા તથા E I પ્રવિણભાઈ અંબારિયાએ પણ ઉપસ્થિત રહી જિલ્લાના તમામ આચાર્યોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં મોરબીના 5 નિવૃત આચાર્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. તથા માર્ચ 2024ની બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર સ્કૂલો અને શ્રેષ્ઠ પરિણામ મેળવનાર આચાર્ય સંતાનોનું મોરબી જિલ્લા આચાર્ય સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જોધપર સ્કૂલના આચાર્ય પી. એસ. પટેલ, રાજકોટ શહેર તથા ગ્રામ્યના આચાર્ય સંઘના જિલ્લાના પ્રમુખ અને મહામંત્રી હાજર રહ્યા હતા.