મોરબી : મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા ઓખા–ભાવનગર–ઓખા એક્સપ્રેસ ટ્રેનોમાં ચાર મહિનાના સમયગાળા માટે એક વધારાના થર્ડ એસી કોચની હંગામી વ્યવસ્થા કરવામાં આવી છે.જે મુજબ ટ્રેન સંખ્યા 19210/19209 ઓખા–ભાવનગર–ઓખા એક્સપ્રેસમાં ઓખા સ્ટેશનથી તારીખ 06 ફેબ્રુઆરી 2026 થી 01 જૂન 2026 સુધી અને ભાવનગર ટર્મિનસથી તારીખ 05 ફેબ્રુઆરી 2026 થી 31 મે 2026 સુધી એક વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે.રેલવે પ્રશાસનના આ નિર્ણયથી વ્યસ્ત સમય દરમિયાન મુસાફરોને સીટની ઉપલબ્ધતામાં રાહત મળશે અને મુસાફરી વધુ સુવિધાજનક બનશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ, રૂટ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.