મોરબી: યાત્રીઓની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ–વેરાવળ–રાજકોટ દૈનિક લોકલ ટ્રેનોમાં એક વધારાનો જનરલ કોચ કાયમી ધોરણે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુવિધા 27 ઓક્ટોબર, 2025 થી અમલમાં આવશે. આ અંતર્ગત ટ્રેન નંબર 59423 રાજકોટ–વેરાવળ અને ટ્રેન નંબર 59424 વેરાવળ–રાજકોટ દૈનિક લોકલ ટ્રેનોમાં એક વધારાનો સામાન્ય કોચ કાયમી ધોરણે જોડવામાં આવશે. આ પહેલથી યાત્રીઓને વધુ સગવડતાપૂર્ણ મુસાફરીનો અનુભવ પ્રાપ્ત થશે, સાથે જ ભીડના દબાણમાં પણ ઘટાડો થશે.યાત્રીગણ ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય-પત્રક સંબંધિત વિસ્તૃત જાણકારી માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.inપર અવલોકન કરી શકે છે.