મોરબી : મોરબી જિલ્લાના અધિક કલેક્ટર કેતન જોશીની નવસારી બદલી થતા બ્રહ્મસમાજ મોરબી દ્વારા તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. મોરબીમાં વર્ષો સુધી સેવા આપી મોરબી જીલ્લાને વિવિધ આયામો થકી ગતિશીલ બનાવવા કાર્યરત અધિક કલેક્ટર કેતનભાઈ જોષીની બદલી થતાં તેઓનો વિદાયમાન આપવા અહીંના પરશુરામ ધામ ખાતે વિદાય સમારોહ યોજાયો હતો. આ અવસરે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના અગ્રણી ડો. અનિલભાઈ મહેતા, હસુભાઈ પંડ્યા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, કિશોરભાઈ શુક્લ, નિરજ ભટટ્, નિખીલભાઈ જોષી, મુકુંદભાઈ જોષી, નવનિતભાઈ મહેતા, આર. કે. ભટ્ટ, મનોજભાઈ પંડ્યા સહિતના બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હસુભાઈ પંડ્યાએ કેતન જોષીની સુદીર્ઘ કારકિર્દીને બિરદાવી હતી. તો ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ તેમની સેવાઓ, કાર્યદક્ષતા અને મોરબી પ્રત્યેના લગાવને યાદ કર્યો હતો. શાલ, પુસ્તક, પુષ્પહાર, પુષ્પગુચ્છ અને ખેસથી સન્માનિત થયેલા કેતનભાઈ જોષીએ પોતાનો પ્રતિભાવ આપતાં પોતાના સંસ્મરણો વાગોળી અને વિવિધ આગેવાનો સાથેની આત્મીયતાને યાદ કરી આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રવીન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યુ હતું. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw