મોરબી: અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગત તારીખ 07/02/2026 ના રોજ મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ તથા ગાયત્રી પરિવાર મોરબીના અગ્રણી મણિભાઈ ગડારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સ્વયં વ્યસનમુક્ત રહેવા અને સમાજના અન્ય લોકોને પણ વ્યસન છોડાવવા માટેના ગંભીર સંકલ્પ લીધા હતા. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી બને તેવી મૂલ્યનિષ્ઠ શિખામણો પણ આપવામાં આવી હતી. શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓના સક્રિય સહકારથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.