મોરબી : તા. 5-1-2025 ને રવિવારના રોજ મોરબીના પેંગ્વિન સિરામિક ખાતે ગાયત્રી પરિવાર મોરબી દ્વારા ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી ચેતના કેન્દ્ર ગાયત્રી પરિવારના ગડારા પાર્થભાઈ, ગડારા વાત્સલ્યભાઈ, વિઠ્ઠલપરા અનિલભાઈ તથા પેંગવિન વિટ્રિફાઇડના માલિક સુરેશભાઈ સરડવા, સમગ્ર ઓફિસ સ્ટાફ અને પ્લાન્ટ સ્ટાફ એમ કુલ મળીને 100 લોકો હાજર રહ્યા હતા. જેમથી 25 લોકોએ વ્યસન મૂકવા માટેની તૈયારી બતાવી હતી.