મોરબી : આજ રોજ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મોરબી જીલ્લા NSUIના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા અને સામાજિક કાર્યકર લાલુભા ઝાલા દ્વારા મોરબી નગર પાલિકાના ભૂગર્ભ ગટરના સફાઈ કામદારોનું ફૂલ-હાર પેહરાવી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સામાકાંઠા વિસ્તારના લોકો વતી દેવેન્દ્રસિંહ જાડેજા અને લાલુભા એ આભાર વ્યક્ત કર્યો હતો. આ વેળાએ તે વિસ્તારની સોસાયટીના આગેવાનો એ પણ ત્યાં પહોંચી અને સફાઈ કામદારોનો આભાર વ્યક્ત કરી સન્માન કર્યું હતું. આ તકે સફાઈ કામદારોમાં એક અનેરા આનંદની લહેર જોવા મળી હતી અને તેઓ માટે સન્માન અને આભારનો પ્રથમ એવો કિસ્સો હોય એવું સફાઈ કામદારો જણાવ્યું હતું.