એક્ટિવાચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી ટંકારા : મોરબી-રાજકોટ હાઇવે પર લજાઈ ચોકડી નજીક ગુરુકૃપા હોટલની સામે કારે એક્ટિવાને હડફેટે લેતા એક્ટિવાચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવની એક્ટિવાચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભાવેશભાઈ હિરાલાલ શર્મા (ઉ.વ.૨૯ ધધો-આયુષ્માન કાર્ડમા નોકરી રહે. રાજકોટ ૧૪૧ સીધી રેફ્યુજી કોલોની જુલેલાલ મંદિરની બાજુમા) એ આરોપી ફોર્ડ ફીગો ટાઈટેનીયમ નં GJ 36 L 7224નો ચાલક મુકેશભાઈ જગદીશભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૬ માર્ચના રોજ બપોરના આશરે અઢી વાગ્યાના અરસામાં ફરીયાદી પોતાનું એકટીવા નં.GJ 03 HQ 8423 લઈને મોરબીથી ટંકારા ખાતે પોતાના નોકરીના કામ સબબ જતા હતા. ત્યારે લજાઈ ચોકડી પાસે ગુરુકૃપા હોટલની સામે પહોચેલ ત્યારે પાછળથી ફોર્ડ ફીગો ટાઇટેનિયમ નં.GJ 36 l 7224 ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના બાઈકને ઓવરટેક કરી બાઈકની આગળ આવી એકદમ બ્રેક મારી દેતા અકસ્માત કરી ફરીયાદીના મોઢાના ભાગે તથા ડાબા હાથ તથા જમણા હાથના ખભાના ભાગે ઇજા થઇ હતી. આ બનાવની ટંકારા પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.