મોરબી : મોરબીના મહેન્દ્રપરા-૨ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન પાસેથી માનવભાઈ ચંદુભાઈ ચાવડા ઉ.વ.24 રહે.મોચી શેરી મોરબી વાળાની માલિકીનું રૂ.80 હજારની કિંમતનું એક્ટિવા મોટર સાયકલ અજાણ્યો ઈસમ ચોરી જતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે વાહન ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.