મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે ગૌશાળાની સામે રહેતા ફરિયાદી યતીનભાઈ નાગજીભાઈ પરમારની માલિકીનું જીજે - 36 - એએમ - 6270 નંબરનું એક્ટિવા મોટર સાયકલ કિંમત રૂપિયા 40 હજાર વાળું ગત તા.16ના રોજ કોઈ તસ્કર એમના ઘર પાસેથી ચોરી કરી લઈ જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.