મોરબી : મોરબીના જુના ઘુટુ રોડ ઉપર એન્જલ સીરામીક સામે GJ-36-V-3704 નંબરના ટ્રક ચાલકે GJ-33-H-4752 નંબરના ડબલ સવારી એક્ટિવા મોટર સાયકલને હડફેટે લેતા નરભેરામભાઇ અરજણભાઇ પરમાર ઉ.45નું મૃત્યુ નીપજ્યું હતું જયારે એક્ટિવામાં પાછળ બેઠેલા મનોજભાઇ સોલંકીને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જ્યા બાદ આરોપી ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ મૃતકના ભાઈ મુકેશભાઇ અરજણભાઇ પરમારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.