મોરબી : મોરબીના ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજ નીચે જીજે - 36 - BA - 6834 નંબરની અલ્ટો કારના ચાલકે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા નવઘણ મનસુખભાઇ ભોજવીયા નામના યુવાનને હડફેટે લઈ અકસ્માત સર્જતાં નવઘણને ઇજા પહોંચવાની સાથે એક્ટિવામાં નુકશાન થતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.