મોરબી : મોરબી શહેરના વાવડી રોડ પર નયારા પેટ્રોલપંપ સામે ગત તા.28ના રોજ રાત્રીના સમયે જીજે - 11 - ડીડી- 6884 નંબરનું બાઈક લઈને પસાર થઈ રહેલા યુનુસભાઈ ઓસમાણભાઈ મલ્લા રહે.આસ્વાદ પાનની બાજુમાં, માધાપર, મોરબી વાળાઓને જીજે - 36 - એજી - 1227 નંબરના એક્ટિવા ચાલકે ફૂલ સ્પીડમાં ગફલતભરી રીતે વાહન ચલાવી બાઇકને હડફેટે લેતા યુનુસભાઈને માથાના ભાગે હેમરેજ થઈ ગયું હતું.અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત યુનુસભાઈના પુત્ર ઇરફાનભાઈ મલ્લાએ એ ડિવિઝન પોલીસ મથકમાં એક્ટિવા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.