વાંકાનેર - મોરબી હાઇવે ઉપર મચ્છુ નદીના પુલ ઉપર બનેલ બનાવ વાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર મચ્છુ નદીના પુલ નજીક બે દિવસ પૂર્વે એક્ટિવા લઈને જઈ રહેલા વૃદ્ધને આઈવા ડમ્પરના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું જતું. અકસ્માતની આ ઘટના અંગે વૃદ્ધના પુત્રએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર ભાટીયા સોસાયટીમાં રહેતા અને લુહારીકામ કરતા હરેશભાઈ નરોતમભાઈ જાદવે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું છે કે ગત તા.29 જુનના રોજ તેમના પિતાજી નરોતમભાઈ કાનજીભાઈ જાદવ ઉ.73 એકટીવા લઈને વાંકાનેર જતા હતા ત્યારે આઇવા ડમ્પર રજી નં GJ-03-BW- 6545ના ચાલકે તેઓને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં અકસ્માત સર્જ્યા બાદ આઈવા ડમ્પર ચાલક નાસી છૂટ્યો હોય વાંકાનેર સિટી પોલીસે હરેશભાઈ નરોતમભાઈ જાદવની ફરિયાદને આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(A)એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.