મોરબી : મોરબીના કાલીકા પ્લોટમાં 50 લી. દેશી દારૂ સાથે એક્ટિવાચાલક પકડાયો છે. આ કેસમાં બે શખ્સો સામે મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 18ના રોજ મોરબીના કાલીકા પ્લોટમાં હુશેની ચોક પાસે રોહીતભાઇ જીવણદાસ દુધરેજીયાને એકટીવા નં.GJ.36.Q.6241માં ગેરકાયદે દેશી દારૂ લી. 50 (કિ.રૂ. 1000)ની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ દેશી દારૂનો જથ્થો એજાઝભાઇ આમદભાઇ ચાનીયા પાસેથી વેચાણ કરવાના ઇરાદે લીધો હોવાનું ખુલ્યું હતું. પોલીસે દેશી દારૂનો જથ્થો અને એક્ટિવા કબ્જે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.