મોરબી : મોરબી તાલુકાના ખેવારીયા નજીકથી પોલીસે એક્ટિવામા દેશી દારૂની 20 કોથળી લઈને પસાર થતા મનસુખભાઈ જલુભાઈ દેલવાડિયા નામના શખ્સને ઝડપી લઈ રૂપિયા 30 હજારના એક્ટિવા સહિત 30,100નો મુદામાલ કબ્જે કરી દેશી દારૂના આ ગોરખધંધામાં દેવુભા સુરુભા ઝાલાની સંડોવણી હોવાની આરોપીએ કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.