મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માધાપર શાકમાર્કેટ નજીકથી પોલીસે શંકાસ્પદ હાલતમાં પડેલા જીજે - 36 - એક્યુ - 7098 નંબરના એક્ટિવાને ચેક કરતા એક્ટિવામાંથી વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 2100 મળી આવતા પોલીસે 50 હજારના એક્ટિવા સહિત 52,100નો મુદ્દામાલ કબ્જે કરી એક્ટિવા નંબરના આધારે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.