નાગરિકો સાથે અણછાજતા વર્તનને લઈને જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ તમામ પોલીસ મથકોને કરી તાકીદ : જીઆરડી કે હોમગાર્ડના જવાનોને એકલા ન મુકવા આદેશ મોરબી : મોરબી જિલ્લામાં નાગરિકો સાથે અણછાજતા વર્તનને લઈને એસપી ડો. કરનરાજ વાઘેલાએ તમામ પોલીસ મથકોને તાકીદ કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે જીઆરડી કે હોમગાર્ડ જવાનો જો નાગરિકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરશે તો તે વિસ્તારના થાણા અધિકારી સામે પગલાં લેવામાં આવશે. મોરબી એસપી ડો.કરનરાજ વાઘેલા દ્વારા તમામ પોલીસમથકમાં પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં તેઓએ જીઆરડી અને હોમગાર્ડના જવાનોના ઉદ્ધતાઇ ભર્યા વર્તન બદલ કડક કાર્યવાહી કરવા જણાવ્યુ છે. મોરબીમાં ઘણી જગ્યાએ જીઆરડીના જવાનો દ્વારા સામાન્ય નાગરિકો સાથે ગેરવર્તણૂક થતી હોવાની વાત સામે આવતા જીલ્લા પોલીસવડાનું સરાહનીય પગલું ભર્યું છે.ગેરવર્તન અંગે મોરબી એસપીને જાણ થતાં તમામ પોલીસમથકમાં મેઈલ કરી જીઆરડી સાથે ઇન્ચાર્જ ફરજિયાત મુકવા આદેશ કર્યા છે. પોલીસ કે જીઆરડી ને ન શોભે તેવું વર્તન કરશે તો થાણા અધિકારીને જવાબદાર ગણી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.તેમ જણાવ્યું છે.