મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર પ્રોહીબીશનના ગુનાઓમા પકડાયેલ શાહરૂખભાઇ ઇકબાલભાઈ બુચડ ઉ.વ.૩૧ રહે.મોરબી લાતીપ્લોટ શેરીનં.૮ તથા સાહિલભાઇ કરીમભાઇ ચાનીયા ઉ.વ.૨૩ રહે.મોરબી લાતી પ્લોટ શેરી નં.૮ વાળા વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવતા ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટે પાસા વોરંટ ઇસ્યુ કરતા આરોપી નં.1ને વડોદરા જીલ્લા જેલ તથા આરોપી નં.2ને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે ધકેલી દેવામાં આવ્યા છે.