હળવદ : હળવદ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં દેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલ ફરીદાબેન જયંતીભાઈ ચૌહાણ રહે.ચિરોડા તા.ચોટીલાવાળા સામે પાસા દરખાસ્ત મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પાસા વોરંટ ઇસ્યુ થતા તેની અટકાયત કરી તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.