મોરબી : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે પર આવેલ લાલપર ગામમાં આદ્યશક્તિ ચેમ્બરમાં મિલેનિયમ સ્પાના સંચાલક આરોપી નિલેશ અરજણભાઈ વેગડ ઉ.35 રહે.જૂની પીપળી વાળાએ નિયમ મુજબ સ્પા વર્કર્સના બાયોડેટા પોલીસ મથકમાં જમા નહિ કરાવી સ્પા સ્થળે સીસીટીવી કેમેરા નહિ રાખી જાહેરનામાનો ભંગ કરતા મોરબી એસઓજી પોલીસ ટીમે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.