હળવદ : રાજ્યભરમાં હાલ ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીક તથા રોલિંગ પેપરનું વેચાણ કરતા શખ્સો સામે પોલીસ આકરા પગલા ભરી રહી છે. ત્યારે હળવદમાંથી નશાકારક ગોગો સ્ટીક તથા રોલિંગ પેપરનું વેચાણ કરતા એક શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.મોરબી એસઓજી સ્ટાફને મળેલી બાતમી હકીકતના આધારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શખ્સ નારણભાઈ દેવશીભાઈ હડગળા (રહે. મયુરનગર, તા. ધાંગધ્રા)ને નશાકારક ગોગો પેપર નંગ 30 અને રોલિંગ પેપર નંગ 5 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે. સાથે જ પોલીસ દ્વારા મોરબી જિલ્લાની તમામ જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે કે, આવી નશાકારક ચીજ વસ્તુના સેવનથી દૂર રહેવું. તેમજ આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાની ઝુંબેશમાં સહભાગી બનીએ.