તંત્ર દ્વારા ક્રેન મગાવી ટ્રકને ખસેડવાની અને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરીમોરબી : મોરબી- વાંકાનેર હાઇવે ઉપર ઘણા દિવસથી નડતરરૂપ થતા બંધ ટ્રક સામે ટ્રાફિક પોલીસ અને હાઇવે ઓથોરિટી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર મોરબી હાઇવે પર સરતાનપરના નાકા પાસે એક ટ્રકમાં ખરાબી આવી હોવાથી ઘણા દિવસથી ત્યાં રોડ ઉપર નડતરરૂપ રીતે પાર્ક કરવામાં આવેલો હતો. આ મામલે જાણ થતાં ટ્રાફિક વિભાગ દ્વારા હાઇવે ઓથીરિટીને જાણ કરવામાં આવી છે. હાલ ટ્રકને ક્રેન મારફત ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમાં આ ટ્રકને દંડ પણ ફટકારવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.