એલ.ઈ. કોલેજ ખાતે 2 મેના રોજ યોજાશે સેમિનાર: ઓનલાઈન એડમિશન, ડોક્યુમેન્ટ્સ અને કોલેજ પસંદગી વિશે અપાશે માહિતીમોરબી : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામો બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) ગુજરાત દ્વારા મોરબી ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.આ સેમિનારમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન એડમિશન ફોર્મ ભરવાની પ્રક્રિયા, રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની માહિતી અને કોલેજની પસંદગી (Choice Filling) કઈ રીતે કરવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત, હાજર રહેલા લોકોના એડમિશનને લગતા પ્રશ્નોનું સ્થળ પર જ નિષ્ણાતો દ્વારા સીધું સમાધાન કરવામાં આવશે.આ સેમિનાર આગામી તારીખ 02/05/2026 ને શનિવારના રોજ સવારે 10:30 કલાકે સેમિનાર હોલ, એડમિન બિલ્ડિંગ, બ્લોક-A, એલ.ઈ. કોલેજ (ડિગ્રી), સામા કાંઠે, મોરબી - 2 ખાતે યોજાશે.આ સેમિનાર તદ્દન નિ:શુલ્ક છે, પરંતુ બેઠક વ્યવસ્થા 'વહેલા તે પહેલા' ના ધોરણે રાખવામાં આવી હોવાથી સમયસર પહોંચવા જણાવાયું છે. ખાસ નોંધ લેવી કે દરેક વિદ્યાર્થી સાથે માત્ર 1 જ વાલી હાજર રહી શકશે. વ્યાવસાયિક કોર્સમાં એડમિશન લેવા માંગતા વધુને વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ સેમિનારનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #ACPC #Education #Admission2026 #ScienceStudents #LECollege #EngineeringAdmission #PharmacyAdmission #MorbiNews