મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારની ઘટના મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા વૃદ્ધે કોઈ કારણોસર એસિડ પી જતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવ ની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઇ ભનાભાઇ વરાણીયા (ઉવ.૮૧) નામના વૃદ્ધ ગઇ તા.૫ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર એસીડ પી જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર રાજકોટ ખસેડાયા હતા અને ત્યાંથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન ગત તા.૧૮ ના રોજ મોત નીપજ્યું હતું. આ બનાવના અમદાવાદ તરફથી કાગળિયા આવતા બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..