હળવદ : હળવદ શહેરની મધ્યમાં કોઈ નરાધમ શખ્સોએ ત્રણ-ત્રણ ગૌવંશ ઉપર એસિડ એટેક કરતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. હળવદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાળી વિસ્તારમાં અનેક ગૌવંશ ઉપર ભૂતકાળમાં જીવલેણ હુમલાઓ થયા હતા. ત્યારે હવે હળવદ શહેરની મધ્યમાં આવેલ દંતેશ્વર દરવાજા અને મામાના ચોરા વિસ્તારમાં કોઈ નરાધમોએ છેલ્લા એક મહિનામાં 3 ગૌવંશને એસિડ એટેક થકી ગંભીર રીતે ઘાયલ કરેલ છે. ત્યારે પોલીસ તાત્કાલિક ધોરણે આવા અસામાજિક તત્વોને પકડી પાડી અને કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. બીજી તરફ લોકોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, આવા અબોલ પશુઓની સેવા ન કરી શકીએ તો કઈ નહિ પણ આવી નિર્દયતાથી હુમલાઓ તો નોજ કરવા જોઈએ. અને આવી ઘટનાઓથી જ કુદરતી પ્રકોપનો સામનો અને મહામારીઓનો સામનો મનુષ્યોએ કરવો પડે છે. ત્યારે આ અંગે સંબંધિત અધિકારી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા માટે લોકમાંગ ઉઠવા પામી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..