સનાતન ધર્મ તથા યજ્ઞ પી.એચ.ડી.કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપશે મોરબી : વૈદિક-આધ્યાત્મિક પ્રવચન. આપણા સૌના માટે ખૂબ જ આનંદ ની વાત છે કે મહર્ષિ દયાનંદ સરસ્વતીના અનુગામી માનનીય આચાર્ય આર્યનરેશજી હિમાચલ પ્રદેશથી મોરબીમાં સનાતન ધર્મના પ્રચાર માટે આવેલા છે. અને જુદા જુદા વિસ્તારોમાં જય સનાતન ધર્મનો પ્રચાર કરે છે ત્યારે આજે રાત્રે 8.30 થી 10 વાગ્યે ચિત્રકૂટ સોસાયટી તથા ગાયત્રી પરિવાર દ્વારા ચિત્રકૂટ ચોકમાં સત્સંગ સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે પૂ. આચાર્યજી વેદ તથા ઉપનિષદોનું ગહન જ્ઞાન ધરાવે છે. તેઓ રાષ્ટ્રધર્મ તથા સત્ય સનાતન વૈદિક ધર્મના પ્રખર પ્રવક્તા છે. સનાતન ધર્મ તથા યજ્ઞ પર પી.એચ.ડી.કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપે છે.તેઓને સાંભળવા એ જીવનનો ઉત્તમ લાહવો છે. કાશ્મીરથી કન્યાકુમારી, કચ્છથી કટક સુધી તેમજ દેશ અને વિદેશમાં તેમના પ્રવચનનું આયોજન થાય છે.આચાર્ય આર્ય નરેશજી સમાજ સેવામાં પણ પોતાનું યોગદાન આપતાં રહ્યા છે. લાતુરનો ભૂકંપ,કચ્છ ગુજરાતનો ભૂકંપ,ઓરિસ્સામાં આવેલ તુફાનમાં આચાર્યે લોકોને ખૂબજ મદદ કરી છે. આવા સમાજસેવી સંત આચાર્યજીના સત્સંગનો લાભ લેવા લોકીને સહપરિવાર પધારવા ચિત્રકૂટ સોસાયટી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહીતી 9426802094 સંપર્ક કરવો