મોરબી એસ.ઓ.જી. ટીમે ભુજના લુડીયા ગામેથી પશુ ક્રૂરતા કેસના આરોપીને પકડી પાડી ટંકારા પોલીસને સોંપ્યોમોરબી : મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે નાયબ પોલીસ મહાનિરિક્ષક રાજકોટ વિભાગ અને પોલીસ અધીક્ષક મોરબી દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન એસ.ઓ.જી. સ્ટાફને મળેલી બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં બી-પાર્ટ ગુ.ર.નં. 0551/2023 અંતર્ગત પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ 11(1)(A),(D),(F), (H), (K) મુજબ ગુનો નોંધાયેલો હતો. પકડાયેલ આરોપીનું નામ નભીયાન ઉર્ફે ઇકબાલ કલામભાઇ નોડે (ઉંમર 30) છે, જે માલ-ઢોરનો ધંધો કરે છે અને ભુજ તાલુકાના લુડીયા ગામનો રહેવાસી છે. મોરબી એસ.ઓ.જી. દ્વારા આરોપીને શોધી કાઢીને આગળની કાર્યવાહી માટે ટંકારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. #Morbi #MorbiUpdate #MorbiPolice #SOGMorbi #Tankara #GujaratPolice #CrimeNews