પોલીસની ટીમે રાજપર રોડ પરથી આરોપીને દબોચ્યોમોરબી અપડેટ : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં છેલ્લા 4 મહિનાથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોક્સોના આરોપી હાર્દિકભાઈ ઉર્ફે ગુરૂ પ્રતિપભાઈ સોલંકી (ઉં.વ. 30, વ્યવસાયે મજૂરી, રહે. નાની વાવડી, સિધ્ધીવિનાયક સોસાયટી-1, શેરી નં. 2, મૂળ રહે. નવા પ્લોટ, ફુલબાઈ મંદિર પાસે, શક્ત શનાળા) ને પકડવા તજવીજ હાથ ધરાઈ હતી. આ આરોપી છેલ્લા 4 મહિનાથી વોન્ટેડ હતો. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ભાટીયાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસોએ ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી બાતમી મેળવી હતી કે આ ગુનામાં પકડવાનો બાકી આરોપી રાજપર રોડ રામદેવપીરના મંદિર પાસે હાજર છે. સચોટ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ભાટીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.બી. સોંદરવા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ જવાનો જોડાયા હતા.#Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #POCSO #Arrest #GujaratPolice #MorbiTalukaPolice #WantedCriminalCaught