મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડ અને વાંકાનેર તાલુકા પોલીસની સંયુક્ત કાર્યવાહી : ભોગ બનનારને મુક્ત કરાવાઈમોરબી : વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી છેલ્લા ૧૩ મહિનાથી પોલીસને ચકમો આપી નાસતા ફરતા આરોપીને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને વાંકાનેર તાલુકા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લામાંથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે, સાથે જ પોલીસે ભોગ બનનારને પણ મુક્ત કરાવી હતી.મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરવામાં ગુન્હામાં છેલ્લા તેર માસથી નાસતો ફરતો આરોપી સાગર દેવચંદભાઈ વર્મા ઉ. ૨૨ હાલ ભોગ બનનાર સગીરા સાથે ભોપાલના પીપલાની થાના વિસ્તારમાં રહે છે.જે બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ અને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે સંયુક્ત રીતે ભોપાલમાં તપાસ હાથ ધરતા આરોપી ભોપાલના પીપલાની વિસ્તારમાંથી ઝડપાઇ ગયો હતો.સાથે જ પોલીસે આરોપીની ચુંગાલમાંથી ભોગ બનનાર સગીરાને હેમખેમ હસ્તગત કરી હતી. હાલમાં આરોપી તથા ભોગ બનનાર બંનેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને લાવીને આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.