હળવદ : હળવદમાં સબંધના દાવે રૂ.9.70 લાખ જેટલી રકમ આપ્યા બાદ તેના બદલામાં મળેલો આ રકમનો ચેક ફરિયાદીએ બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો. જે અંગે કેસ દાખલ કરતા કોર્ટે આરોપીને 2 વર્ષની સજા ફટકારી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભરતભાઈ રાણાભાઈ મર્યા રહે.મુ.કવાડીયા તા.હળવદવાળાએ હિતેશભાઈ હિંમતભાઈ શેઠ રહે.સોનીવાડ, હનુમાનજીના મંદિર પાસે તા.હળવદવાળા સામે કેસ દાખલ કર્યો હતો કે તેઓએ સબંધના દાવે રૂ.9.70 લાખની રકમ આપી હતી. જેના બદલામાં આરોપીએ આપેલ ચેક બેંકમાં જમા કરતા ચેક પરત ફર્યો હતો. આ કેસ હળવદ એડિશનલ ચીફ જ્યૂડી. મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતા તેઓએ આરોપીને તકસીરવાન ઠેરવી 2 વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે રૂ.8.40 લાખનો દંડ ફટકાર્યો છે.જો આરોપી દ્વારા દંડ ભરવામાં ન આવે તો આરોપીને વધુ છ માસની કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે વકીલ વી.જી.રાવલ રોકાયેલ હતા.