વાંકાનેર : વાંકાનેરમાં મિત્રતાના દાવે પૈસા આપ્યા બાદ તેનો ચેક આપવામાં આવ્યા બાદ આ ચેક બેંકમાં રિટર્ન થવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા સાથે રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે. પ્રાપ્ત માહીતી અનુસાર વાંકાનેર તાલુકાના ગારીડા ગામના રહેવાસી અને આશાન ફોર્માના ઓનર તથા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી માથકીયા રૂકમુદીન અમનજીભાઈનાએ વાંકાનેર કોર્ટમા ફરીયાદ દાખલ કરેલ હતી કે કુમનભાઈ રાધુભાઈ વેકરીયાએ ફરીયાદી પાસેથી રૂા. ૭,૦૦,૦૦૦/- મીત્રતાના નાતે હાથ ઉછીના લીધેલ હતા. ફરીયાદી અને આરોપી એક બીજાના ગાઢ મીત્ર થતા હોય ફરીયાદીએ આરોપી ઉપર ભરોસો રાખી રૂપીયા સાત લાખ હાથ ઉછીના આપેલા હતા અને રૂપીયા પરત લેવાનો સમય થતા ફરીયાદીએ મુદતે રકમની માંગણી કરતા આરોપીએ તેના ખાતાના બે ચેકથી રકમ રૂા.૭,૦૦,૦૦૦/- ફરીયાદીને ચુકવવા આપેલ. જયારે ફરીયાદી રૂકમુદીન અમનજીભાઈ માથકીયાનાએ ચેકની રકમ વસુલ મેળવવા બેન્કમાં ચેક જમા કરતા આ બન્ને ચેક રીટર્ન થયેલ હતા.ત્યારબાદ ફરીયાદીએ ચેકની રકમ ન મળતા વકીલ મારફત ચેકની રકમ મેળવવા લીગલ ડીમાન્ડ નોટીસ આપેલી તેમ છતા પણ આરોપીએ માંગણી મુજબની રકમ ન આપતા ફરીયાદીએ વાંકાનેર કોર્ટમા નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ હતી. આ કેસ વાંકાનેર કોર્ટમા ચાલી જતા વાંકાનેરના કોર્ટના એડી.ચીફ જજ વી.એસ.ઠાકોરનાએ રૂકમુદીન અમનજીભાઈ માથકીયાના સીનીયર વકીલ એસ.વી.પરાસરા, એસ.કે.પીરઝાદા, એ.વાય.શેરસીયાની કાયદા અનુસંધાને રજુઆતો સાંભળી ફરીયાદીનો કેસ પુરવાર કરતા હોય પરીણામે આરોપીને છ માસની કેદની સજા અને રૂા.૭,૦૦,૦૦૦/- ફરીયાદીને ચુકવવાનો હુકમ કરેલ છે.