બમણી રકમનો દંડ અને 9 ટકા વ્યાજ સાથે પૈસા ચૂકવવા કોર્ટનો હુકમમોરબી : મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સાદી સજા અને બમણી રકમનો દંડ તેમજ ફરીયાદીને 9% વ્યાજ સહીત ચૂકવવાનો કોર્ટે હુકમ કરી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી સલામહુસૈન ફીરોઝભાઈ ભુવરએ આરોપી લાલાભાઈ ભીમાભાઇ રાઠોડ, રહે-કાલીકા પ્લોટ, સામે મોરબીની નામદાર અદાલતમાં ફોજદારી કેસ નંબર-7186/2022 થી આરોપી સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની ત્રીજા એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાનીની કોર્ટમાં દાખલ કરેલ હતી.જે કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ સીમા નાથાણીની ધારદાર દલીલ અને નેગોશીએબલના કાયદાની જોગવાઇઓના આધારે તારીખ-25-11-2024 ના રોજ ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની સાહેબે આરોપી- લાલાભાઈ ભીમાભાઇ રાઠોડને તકસીરવાન ઠરાવી આરોપીને 1 વર્ષની સાદી સજા અને રૂપીયા 60,000/- ના ડબલ 1,20,000/- નો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને 9% વ્યાજ સહીત ચૂકવવા હુકમ ફરમાવેલ છે. તેમજ આરોપી નામદાર અદાલતમાં હાજર રહેલના હોય તેની સામે સજા વોરંટ કાઢવાનો હુકમ કરવામાં આવેલ છે. આમ નામદાર અદાલતે આરોપી મુદતે હાજર રહેતા ના હોય અને ફરીયાદીની ઉલટ તપાસના કામે ગેરહાજર રહી કેસ લંબાવતા હોય, તેવા આરોપીઓ માટે લાલબતી સમાન ચુકાદો આપેલ છે. ફરીયાદી તરફે વકીલ તરીકે સીમા નાથાણી રોકાયેલા હતા.