આરોપીને 3,00,000 ના ચેક રિટર્ન કેસમાં 6,00,000 નો દંડ ફટકારાયો, ફરિયાદીને 9% વ્યાજ સાથે રકમ ચૂકવવા આદેશમોરબી : મોરબીમાં ચેક રિટર્ન કેસમાં અદાલતે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં ઓરિજિનલ ચેક ખોવાઈ ગયો હોવા છતાં, ફરિયાદી પક્ષની મજબૂત દલીલો અને પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને 2 વર્ષની સજા ફટકારી છે. સાથોસાથ બમણો દંડ પણ ફટકાર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી બલરાજસિંહ વિક્રમસિંહ જાડેજાએ આરોપી દિપકકુમાર ચંદુલાલ દોશી (હર્ષદિપ પ્રોડક્ટના ઓથોરાઈઝડ, રહે. મોરબી) ને જરૂરિયાત ઊભી થતાં રૂપિયા 3,00,000 હાથ ઉછીના આપ્યા હતા. નક્કી કરેલો સમય વીતી જવા છતાં આરોપીએ પૈસા પરત ન ચૂકવતા, ફરિયાદીએ પોતાના વકીલ ઉદયસિંહ આર. જાડેજા મારફતે મોરબી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી મોરબીના એડી. સિવિલ જજ એન્ડ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ એસ.એ. મેમણ સાહેબની કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. ફરિયાદીના વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ પુરાવાઓ અને ધારદાર દલીલોને ધ્યાને રાખીને કોર્ટે આરોપી દિપકકુમાર દોશીને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.સજા ઉપરાંત કોર્ટે આરોપીને રૂપિયા 3,00,000 ની સામે ડબલ રકમ એટલે કે રૂપિયા 6,00,000 નો દંડ ફટકાર્યો છે. આ દંડની રકમમાંથી ફરિયાદીને તેમના ચેકની રકમ, ફરિયાદ દાખલ કર્યાની તારીખથી ચૂકવણીની તારીખ સુધીના વાર્ષિક 9% વ્યાજ સાથે ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. વધુમાં, જો આરોપી દંડની રકમ ભરવામાં કસૂર કરે તો તેને વધુ 90 દિવસની સાદી કેદની સજાનો પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસમાં ફરિયાદી પક્ષે વકીલ ઉદયસિંહ આર. જાડેજા રોકાયેલા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiCourt #CheckReturnCase #GujaratNews #JusticeServed #LegalNews