રૂ.4,15,000 નો દંડ અને ફરિયાદ કર્યાની તારીખથી 9% વ્યાજ વળતર પેટે ચૂકવવાનો આદેશમોરબી : મોરબીમાં સંબંધને દાવે આપેલા રૂ.4 લાખ પરત ચૂકવતી વેળાએ આપેલો ચેક રિટર્ન થતા કોર્ટે આરોપીને 2 વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે આરોપીને રૂ.4,15,000 નો દંડ અને ફરિયાદ કર્યાની તારીખથી 9% વ્યાજ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે. કેસની વિગત મુજબ, ફરિયાદી દેવાણંદભાઈ બાબુભાઈ કુંભરવાડીયા તથા આરોપી દિલીપભાઈ વાઘજીભાઈ જીવાણી વચ્ચે વર્ષોથી સંબંધ હોવાથી આરોપીએ ફરિયાદી પાસેથી 4,00,000 ની રકમ હાથ ઉછીની લીધી હતી. આ રકમ અંગે બંને વચ્ચે નોટરી લખાણ અને પ્રોમિસરી નોટ પણ કરવામાં આવી હતી. સમય વીતતા ફરિયાદીએ પોતાની રકમ પરત માંગતા આરોપીએ 4,00,000 નો ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાં જમા કરાવતા તે વણચૂકવ્યે પરત ફર્યો હતો (ચેક બાઉન્સ થયો હતો). ચેક રિટર્ન થતા ફરિયાદી દેવાણંદભાઈ દ્વારા નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં આરોપીએ રકમ ન ચૂકવતા અંતે આરોપી સામે મોરબી કોર્ટમાં ચેક રિટર્ન અંગેની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.આ કેસ મોરબીના ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલી જતા, ફરિયાદી પક્ષે રજૂ કરાયેલા પુરાવા અને દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપી દિલીપભાઈ વાઘજીભાઈ જીવાણીને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, કોર્ટે આરોપીને 4,15,000 નો દંડ અને ફરિયાદ કર્યાની તારીખથી 9% વ્યાજ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે. જો આરોપી દંડ ચૂકવવામાં કસૂર કરે તો વધુ 3 માસની કેદની સજા ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.આ કેસમાં ફરિયાદી દેવાણંદભાઈ બાબુભાઈ કુંભરવાડીયા (રહે. ફડસર) તરફથી મોરબીના એડવોકેટ મયુર પી. પુજારા રોકાયેલ હતા.#MorbiUpdate #MorbiNews #MorbiCourt #ChequeReturnCase #LegalNews #CrimeNews #Morbi #Gujarat