હળવદ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ કાયદાકીય કાર્યવાહી : આરોપીને કોર્ટમાં રજૂ કરાશે હળવદ : હળવદના કોયબા રોડ ઉપર વાડીની ફેન્સિંગમાં વીજ પ્રવાહ પસાર કરાતાં બે નીલગાયના વીજશોકથી મોત થવા મામલે વન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી એક આરોપીને ઝડપી લઈ વન્ય પ્રાણી સંરક્ષણ કાયદા મુજબ ગુન્હો નોંધી આરોપીને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારના સમયે હળવદ કોયબા રોડ ઉપર નીલગાયના વીજશોકથી મૃત્યુ થયા બાદ મૃતદેહોને દોરડાથી બાંધી નિકાલ કરવા પ્રયાસ કરાતો હતો તેવા સમયે જ હળવદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જતા આજુબાજુના વાડી વિસ્તારના લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી અને ફેન્સિંગમાં વીજ પ્રવાહ વહેતો કરનાર ભોભીતર થઈ ગયા હતા. જો કે, હળવદ રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ગુપ્તરાહે તપાસ ચલાવી હાલ એક આરોપી જસવંતભાઈ નરસીભાઈ ચાવડા (રહે.ચરાડવા)ને પકડી પાડ્યો હોવાનું વાઈલ્ડ લાઈફ વોર્ડન કે.એ. મુલતાનીએ જણાવ્યું હતું. વધુમાં આરોપી વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની કલમ 9 મુજબ ગુન્હો દાખલ કરી કોર્ટ સમક્ષ રજુ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..