જેતપર રોડ ઉપર મનીષ કાંટા નજીક બનેલી ઘટનામાં જાતિ પ્રત્યે અપમાનિત કરવા, ધાડ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર કન્ટેનરમાં છાંટવાની દવા ચોરી કર્યાનો આરોપ લગાવી કારખાનેદાર સહિતના પાંચ શખસોએ ત્રણ યુવાનોને પ્લાસ્ટિકના પાઈપથી મારમારી, જાતિ પ્રત્યે અપમાનિત કરી મોબાઈલ અને આરસી બુક પડાવી લેતા મારામારી, ધાડ સહિતની ભારેખમ કલમો મુજબ ગુન્હો નોંધાયો છે. ઘટના અંગે પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વિજયભાઇ રણછોડભાઇ જાદવ, ઉવ.૩૦ ધંધો.ફીમીકેશન રહે. નજરબાગ રેલ્વે સ્ટેશન પાછળ ગાંધી સોસાયટી વાળાને હાર્દિકભાઇ બોપલીયા, મયુરભાઇ, જીગરભાઇ, નયનભાઈ, સાગરભાઇ (રહે.બધા મોરબીવાળાઓ)એ ગત તા.4 જુલાઈના રોજ સુપર ડીસ્પલે કારખાનામા બોલાવી કન્ટેનરમાં છાંટવાની દવા ચોરી કર્યાનો આરોપ લગાવી બેફામ માર માર્યો હતો. વધુમાં આ ઘટનામાં અગાઉ સમાધાન થઈ ગયું હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ ફરિયાદમાં જણાવાયું છે કે ઉપરોક્ત પાંચેય આરોપીઓ દ્વારા ફરિયાદી અને સાહેદને પી.વી.સી.ના પાઇપથી આડેધડ સામાન્ય મુંઢ માર મારી ગાળો આપી અનુ.જાતિ હોવાનુ જાણતા હોવા છતા જાતિ પ્રત્યે અપમાનિત કરી ફરીયાદીના રોકડા રૂપિયા ૪૫૦ તથા સાહેદ કૈલાસભાઇનો વિવો કંપનીનો મોબાઇલ તથા તેમના મોબાઇલનુ પાવર બેન્ક તથા રોકડા રૂપિયા ૨૦૦૦ તથા સાહેદ ગીરીશભાઇનો ઓપો કંપનીનો મોબાઇલ તથા બે મો.સા.ની આર.સી.બુક તથા રોકડા રૂપિયા ૨૦૦૦ ધાડ કરી લઇ જતા આ બનાવ મામલે પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..