મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના પેટ્રોલ પંપ ઉપર થયેલ લુંટધાડના ગુન્હામાં છેલ્લા 21 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે મળેલ હકીકત આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસતો ફરતો આરોપી સમસુ દલાભાઇ બારીયા (ઉ.વ. 41, રહે. મહંદખેડા, તા.જી. જાંબુઆ (MP))ને આજે તા. 6ના રોજ મોરબી નવા બસ સ્ટેશન પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે. આમ, હળવદ પોલીસ સ્ટેશનના પેટ્રોલ પંપ ઉપર થયેલ લુંટધાડના ગુન્હામાં છેલ્લા 21 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..