મોરબી : મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા શ્રમિક પરિવારની સગીરા સાથે ગત તા.28ના રોજ આરોપી નિરજસિંહ નામના શખ્સે બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારતા બનાવ અંગે સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મના આ કેસમાં મોરબી તાલુકા પોલીસે મધ્યપ્રદેશના કટની જિલ્લામાંથી આરોપી નિરજસિંહ બલવાનસિંહ ગોડ ઉ.20 નામના શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.