મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસના આરોપીને પોલીસે ચોરાઉ બાઈક સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં દુષ્કર્મ અને અપહરણ કેસમાં વિસીપરાના રોહિદાસપરામાં ચાર ગોડાઉન પાસે રહેતા આરોપી સાહિલ ઇલ્યાસભાઈ કટિયા વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ ચકચારી કેસમાં આરોપી સગીરાને લઈને નાસી ગયો હતો તે સ્થળેથી રેઢી હાલતમાં બાઈક મળી આવ્યું હોય આરોપી સાહિલ ઇલ્યાસભાઈ કટિયાની પૂછતાછ કરતા આરોપીએ ત્રણેક મહિના પહેલા મોરબીની આયુષ હોસ્પિટલ નજીકથી આ બાઈક ચોરી કર્યું હોવાની કબૂલાત આપતા પોલીસે બાઈક કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.