વર્ષ 2020ના હત્યાના કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદોવાંકાનેર : વાંકાનેરમાં ત્રણ મહિલા પર છરીથી હુમલો કર્યા બાદ એક મહિલાનું સારવારમાં મોત થતા હત્યામાં પલટાયેલા બનાવમાં કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે.પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિક્રમભાઈ ગોરધનભાઈ ફુલતરીયા રહે.વાલાસણ, દેવીપુજક વાસ, વાંકાનેરવાળા સામે ફરીયાદી પુજાબેન રમણીકભાઈ કરશનભાઈ ફુલતરીયાએ તા.૨૩/૦૮/૨૦૨૦ ના રોજ ફરીયાદ આપી હતી કે તેઓના પિતા રમણિકભાઈ કરશનભાઈ કુળદેવીના ભુવા હોય અને આરોપી તેમના પીતા પાસે દાણા જોવડાવવા ઘરે આવ્યો હતો. ત્યારે તેઓના માતાએ તેમના પિતા છત ઉપર સુતેલ હોવાનુ જણાવતા, આરોપીને સારૂ નહીં લાગતા એકદમ ઉરકેરાઈ જઈ ઝગડો કરી પોતાની પાસેની છરી વતી ફરીયાદીને તેમજ નાની બહેન અને માતા કંચનબેન પર હુમલો કર્યો હતો. જેમાં કંચનબેનનું મોત નીપજ્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૦૨, ૩૨૩, ૩૨૮, ૫૦૪ મુજબ ગુનો નોંધ્યો હતો. આ કેસ મોરબીના મહે. પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેસન્સ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આઈ.પી.સી. કલમ ૩૦૨ મુજબ તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસની સજા ફરમાવી છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ વી.સી.જાની રોકાયેલ હતા.