લોકોની સુવિધા માટે ફાળવેલી રૂ.1 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ જ ન કરીને અંગત સ્વાર્થમાં રચ્યા પચ્યા રહેતા હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયતના ઉપપ્રમુખે કલેક્ટર અને ડીડીઓને રજુઆત કરી મોરબી : મોરબીના ત્રાજપર અને જાંબુડિયા ગ્રામ પંચાયતે સરકારી ગ્રાન્ટનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરીને ભષ્ટાચાર કર્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે તાલુકા પંચાયતના ઉપપ્રમુખે કલેક્ટર અને ડીડીઓને રજુઆત કરી છે અને લોકોની સુવિધા માટે ફળવેલી રૂ.1 કરોડની ગ્રાન્ટના કામો હજુ બાકી રાખીને દૂર ઉપયોગ કર્યાના હોવાના આક્ષેપ સાથે આ બન્ને ગ્રામ પંચાયત સામે કાયદેસરના પગલાં લેવાની માંગ કરી છે. મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ નાથાભાઇ સામંતભાઈ ડાભીએ આજે કલેક્ટર અને ડીડીઓને રજુઆત કરીને મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયત અને જાંબુડિયા ગ્રામ પંચાયત સામે ભષ્ટાચારના સનસનીખેજ આક્ષેપો કર્યા હતા.જેમાં જાંબુડિયા ગ્રામ પંચાયત વર્ષોથી રફાળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણી મેળાનું આયોજન કરી મેળાની આવક સરકારની તિજોરીમાં ઓછી દર્શાવીને ગેરરીતિ કરતા હોવાનો ચોંકાવનારો આરોપ મૂક્યો હતો.વધુમાં તેમણે જણાવ્યું હતું.કે ત્રાજપર ગામના મહિલા સરપંચના પતિ ભષ્ટાચારના આરોપમાં હાલ જામીન ઉપર છે.પણ આ મહિલા સરપંચના પતિ જ સરપંચ બનીને સંતાનો દુરુપયોગ કરીને લોકો પાસેથી નાણાં ઉઘરાવીને જ કામો કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.તેમજ ત્રાજપર ગામ અને ત્રાજપર ગામ પંચાયત હેઠળના વિસ્તારોમાં લાઈટ,ભૂગર્ભ ગટર,પેવર બ્લોક,રોડ રસ્તા સહિતના રૂ.1 કરોડના કામો ઘણા સમયથી અધરતાલ છે.આ સરકારી ગ્રાન્ટનો ઉપયોગ ન કરાયો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.ત્રાજપર અને જાંબુડિયા ગ્રામ પંચાયત સામે ગંભીર આક્ષેપો સાથે તેમણે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની કલેકટર સમક્ષ માંગ કરી છે.